Rajkot TRP Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડમાં સરકાર એક્શનમાં, 5 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

Continues below advertisement

રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા છે. જવાબદાર 5 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાનાં 2 અધિકારી સસ્પેન્ડ રવામાં આવ્યા છે. જેમાં આસીસ્ટંટ ટાઉન પ્લાનર અને આસીસ્ટંટ એન્જીનીયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જીનીયર પણ સસ્પેન્ડ  કરાયા છે તો રાજકોટ પોલીસનાં 2 સીનીયર પીઆઈ પણ સસ્પેન્ડ કરાયા છે. SIT ના પ્રાથમીક રિપોર્ટના આધારે સરકારે નિર્ણય લીધો છે. ગત મોડીરાત્રીએ સમીક્ષા બેઠકમાં આ નિર્ણ લેવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં છ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની અટકાયત કરી. સાથે જ બીયરની ટીમ મળી આવતા તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગો કાર્ટ બિલ્ડિંગના પ્રથમ માળે સંચાલકની ઓફિસમાંથી ટીન મળી આવ્યાં છે. જેથી બિયરના 8 જેટલા ટીન મળી આવ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસે સોળસો રૂપિયાના બિયરના ટીન કબજે કર્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram