Dwarka Flood | દ્વારકાનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ | ટ્રેક્ટર લઈ લોકો વચ્ચે પહોંચ્યું એબીપી અસ્મિતા

Continues below advertisement

દ્વારકા માં એબીપી અસ્મિતા નો ટ્રેક્ટર પરથી લાઈવ અહેવાલ.. દ્વારિકાના રાજમાર્ગો પર ટ્રેક્ટરો ફરી રહ્યા છે. ભારે વરસાદને લઈને રાજમાર્ગો પાણી-પાણી થયા . રાજમાર્ગો પર કરવામાં ટ્રેક્ટર ચાલી રહ્યા છે.. રાજમાર્ગો એટલા પાણી ભરાયા છે કે અન્ય કોઈ વાહન ચાલી શકે તેમ નથી. લોકો ટ્રેક્ટરમાં અવર-જવર કરી રહ્યા છે..

દ્વારકાના રબારી ગેટ અને આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાયા.. છાતી સમાણા પાણીમાં લોકો બહાર નીકળી રહ્યા છે.. ફરી દ્વારકા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો.. ભારે વરસાદને પગલે દ્વારકામાં કર્ફ્યુ જેવો માહોલ. .

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકમાં સૌથી વધુ ૧૫ ઇંચ જેટલો વરસાદ તેમજ પોરબંદર તાલુકામાં ૧૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ જૂનાગઢના કેશોદ તાલુકામાં ૮ ઈંચથી વધુ તેમજ વંથલી તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં અને વલસાડના ઉમરગામ તાલુકામાં ૬ ઈંચથી વધુ, જ્યારે દ્વારકાના ખંભાળિયા, પોરબંદરના રાણાવાવ તેમજ વલસાડ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram