રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઇ, જુઓ વીડિયો
આગામી બે દિવસ હવામાન વિભાગની વરસાદની અગાહીને લઈને રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને એલર્ટ કર્યા હતા. વરસાદની આગાહીને પગલે બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક પણ બંધ કરાઈ હતી. બેડી યાર્ડમાં હાલમાં 20 હજાર ગુણી પડી છે. રાજકોટ જિલ્લામાં મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે. સાથે કપાસમાં પણ ફ્લાવરિંગનો સમય હોવાથી જો વરસાદ પડે તો મોટા પ્રમાણમાં નુકશાન થઈ શકે છે.