Gujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો
રાજકોટ ક્રાઈમબ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર સામે હાઈકોર્ટમાં થયેલી ફરિયાદના પગલે કોર્ટે PI જયેશ કૈલાને બોલાવીને ઉધડો લીધો.. કોઈ વ્યકિત વતી નાણાં ઉધરાવવા ધમકાવવાના કેસમાં કોર્ટે એવી પણ ટકોર કરી કે તમે કાયદો હાથમાં લઈને લોકોના રિકવરી એજન્ટ બની ગયા છો, બે વ્યકિત વચ્ચેના નાણાંકીય વ્યવહારમાં પોલીસ ઉઘરાણી કેમ કરે છે તેવો પણ સવાલ ઉઠાવ્યો. આ મુદ્દે એબીપી અસ્મિતાના સંવાદદાતા પરાક્રમસિંહે રાજકોટના નાગરિકોનો મત જાણ્યો. રાજકોટના નાગરિકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો. સિનિયર સિટીઝન અધિકારીઓએ કહ્યું કે પોલીસ રિકવરી એજન્ટની ભૂમિકા ભજવે તે અયોગ્ય. કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે સારા અધિકારીઓને પણ વેઠવું પડે છે. પોલીસ અરજી લઈ બાદમાં તોડ કરે છે.. તો શહેરના જાગૃત નાગરિકોએ ગૃહ વિભાગ પણ કડક કાર્યવાહી કરે તેવી માગ કરી.