Saurashtra Heatwave : સૌરાષ્ટ્ર કાળઝાળ ગરમી, રાજકોટમાં 44.4 અને સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી તાપમાન
Saurashtra Heatwave : સૌરાષ્ટ્ર કાળઝાળ ગરમી, રાજકોટમાં 44.4 અને સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી તાપમાન
Weather Update:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ભારે આકરા તાપનું અનુમાન છે. 2 મે સુધી ભારે ગરમીની ચેતવણી હવામાન વિભાગે આપી છે. છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં અગન વરસાની સ્થિતિ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 42ને પાર જતાં લોકો અકળાવી દેતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. ગુજરાત આગ વરસાવતી ગરમીનો અનુભવ કરી રહ્યું છે. રવિવારે 44.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું. 44.3 ડિગ્રીમાં સુરેન્દ્રનગર પણ શેકાયું. ભુજ અને અમરેલીમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હજુ પણ તાપમાનમાં 2થી 3 વધારો ડિગ્રીનો થઈ શકે છે. તો આજે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચે તેવું અનુમાન છે. અમદાવાદમાં પાંચ દિવસ આગ ઓકતી ગરમીનો પ્રકોપ રહેશે. અમદાવાદમાં આજથી પાંચ દિવસ અગનવર્ષા વરસશે ગરમીનો પારો પહોંચી શકે છે 44 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા છે. રવિવારે શહેરમાં 41.8 ડિગ્રી તાપમાન નોંઘાયું, રાત્રે પણ અકળાવનારી ગરમીથી શહેરીજનો પોકારી ઉઠ્યા ત્રાહિમામ ઉઠ્યા છે.
અમદાવાદમાં ગરમી વધતાં હૃદય સંબંધિત તકલીફ વધી છે. એપ્રિલના 2 દિવસમાં હૃદય સંબંધી તકલીફમાં 18%નો વધારો થયો છે. પૂર્વ વિસ્તારમાં એપ્રિલમાં 27 દિવસમાં હૃદય સંબંધી કેસની સંખ્યા 1508 થઇ છે. ઉનાળાના આકરા તાપમાં કાર્ડિયાક ઈમરજંસી કેસમાં 18 ટકાનો વધારો થયો છે. 21 દિવસમાં જ પાંચ હજાર 73 કોલ્સ 108 એમ્બ્યુલન્સમાં નોંધાયા..હાર્ટની તકલીફ થતા એક વર્ષમાં 88 હજારથી વધુ લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. સુરત,મહેસાણા,પોરબંદરઅને અમદાવાદમાં હૃદય રોગની તકલીફના કેસ વધ્યા છે.
ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે
રાજકોટ-44.4
સુરેન્દ્રનગર-44.3
ભુજ-43.8
અમરેલી -43.5
ડીસા-42.3
અમદાવાદ-41.8
ગાંધીનગર-40.8
વડોદરા-40.2