Surat News : સુરતમાં 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈ ભાગી ગઈ! પિતાએ નોંધાવી ફરિયાદ
Surat News : સુરતમાં 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈ ભાગી ગઈ! પિતાએ નોંધાવી ફરિયાદ
સુરત : શહેરના પુણા પરવટ પાટીયાની 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષિય વિદ્યાર્થીને ભગાડી જતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગે વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પુણા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. શિક્ષિકાનું છેલ્લું લોકેશન રેલવે સ્ટેશન આવ્યું, બાદમાં ફોન બંધ થઈ ગયો. ત્રણ વર્ષથી સ્કૂલની ટીચર હોવાથી તેને ત્યાં તરૂણ ટ્યુશન જતો હતો. હિંદી માધ્યમની શાળાની 23 વર્ષની શિક્ષિકા ધોરણ 5માં અભ્યાસ કરતા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગયાનો બનાવ અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ શિક્ષિકા અને તરૂણ એક જ વિસ્તારમાં રહેતા હતા. જેથી છેલ્લા ત્રણ વર્ષથી તે શિક્ષિકાના ઘરે ટ્યુશન માટે જતો હતો. હાલ સ્કૂલમાં વેકેશન છે. જોકે ટ્યુશન ચાલુ હોવાથી ટ્યુશને જતો હતો.