Rajkot Protest news: નવરાત્રીમાં વિધર્મીઓને પ્રવેશ પર પ્રતિબંધના હિંદુ સંગઠનનો વિરોધ

નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હિન્દુવાદી સંગઠનો સક્રિય થયા. રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી પર હિંદુવાદી સંગઠનોએ સૂત્રોચ્ચાર કર્યા. નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશને લઈ તેમણે વિરોધ કર્યો. આ સાથે જ માંગ કરી કે નવરાત્રી ગરબા આયોજકો ખેલૈયાઓને આધાર કાર્ડ ચેક કરીને અને તિલક લગાવીને જ પ્રવેશ આપે. તેમજ વિધર્મી ગાયક કલાકારોને ન બોલાવે. જો આવા નિયમો નહીં બનાવાય તો ગરબા સ્થળે જઈને વિરોધ કરવાની પણ તેમણે ચીમણી ઉચ્ચારી. જોકે દર વર્ષે હિંદુવાદી સંગઠનો આ પ્રકારે વિરોધ કરે છે પણ સૌરાષ્ટ્રમાં ગરબા આયોજકો આવી કોઈ તકેદારી રાખતા નથી. તો અર્વાચીન ગરબા આયોજક સુરેન્દ્રસિંહ વાળાએ આ વાતનો વિરોધ કરતા કહ્યું કે ધર્મનો વિરોધ ન હોવો જોઈએ.. આવારા તત્વોનો વિરોધ હોવો જોઈએ.. મુસ્લિમ ગાયકો માતાજીની આરાધના કરે તેમાં ખોટુ શું..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola