Rajkot Student Suicide | રાજકોટમાં બી.એ.ડાંગર કોલેજના હોમિયોપેથીકના વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા ખળભળાટ

Continues below advertisement

રાજકોટમાં વિદ્યાર્થીની આત્મહત્યામાં કોલેજ કે શિક્ષકોનો કોઈ રોલ ન હોવાનો બીએ ડાંગર કોલેજના સંચાલકની સ્પષ્ટતા. કોલેજમાંથી કોઈ દબાણ કે હેરાનગતિ ન કરવામાં આવી હોવાનો સંચાલક જનક મેતાનો દાવો. વિદ્યાર્થીની આત્મહત્યા માટે વ્યક્તિગત પરિસ્થિત, અભ્યામાં મુશ્કેલી અને પારિવારિક દબાણને કોલેજના સંચાલકે ગણાવ્યું જવાબદાર. 

રાજકોટમાં બી.એ.ડાંગર કોલેજના હોમિયોપેથીકના વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો. હોમિયોપેથીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઝેરી દવાનું ઈંજેક્શન લઈ જીવન ટૂંકાવ્યું. કોલેજ સંચાલકોના ત્રાસથી  વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાનો પરિવારનો આરોપ છે. વિદ્યાર્થીને પાસ કરવા કોલેજ સંચાલકોએ રૂપિયાની માગણી કરી હતી. જો કે પુરા પૈસા ન આપતા પરીક્ષામાંથી અધ વચ્ચેથી કાઢી મુક્યાનો પરિવારે આરોપ લગાવ્યો છે. તો ABVP અને NSUI સહિત વિદ્યાર્થી સંગઠનોના કાર્યકર્તાઓ હોસ્પિટલ પર પહોંચીને આંદોલનની ચીમકી ઉચ્ચારીને તટસ્થ તપાસની માગ કરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola