રાજકોટમાં ઉમિયા ચોક પાસે રોડ ખુલ્લો કરવા મકાનો તોડી પડાયા
રાજકોટ મનપાની ડિમોલેશન કાર્યવાહી યથાવત રહી હતી. TP રોડ પર બની ગયેલા મકાનો પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉમિયા ચોક પાસે આવેલ વૈકુઠધામ પાસે ડીમોલેશન કાર્યવાહી કરવામાં આવી હતી. રોડ ખુલ્લો કરવા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોતાના મકાનો તૂટી જતા મહિલાઓ રડવા લાગી હતી.