રાજકોટઃ છેલ્લા 15 દિવસમાં ડુંગળીના ભાવમાં કેટલો થયો વધારો, શું છે ભાવ વધારાનું કારણ?
રાજકોટમાં ભારે વરસાદને કારણે ડુંગળીનો પાક નિષ્ફળ જતા ભાવમાં ભારે વધારો થયો છે. રાજકોટમાં એક કિલો ડુંગળીના ભાવ 50 રૂપિયાએ પહોંચ્યા છે. છેલ્લા 15 દિવસમાં ડુંગળીના ભાવમાં 20થી 25 રૂપિયાનો વધારો થયો છે.