રાજકોટઃ પાંચ વોર્ડમાં આજે મુકાયો પાણીકાપ, એક લાખથી વધુ લોકોને થશે અસર
રાજકોટના પાંચ વોર્ડમાં આજે પાણીકાપ મુકાયો છે. ભાદરની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાંચ વોર્ડમાં પાણી કાપ મુકાયો છે. આ પાણી કાપની સીધી અસર રાજકોટના એક લાખથી વધુ લોકોને થઈ છે.પાઈપલાઈનના સમારકામની કામગીરી ચાલી રહી છે.