Gopal Italia: ભાજપ વાળાના ઈશારે ચાલશો તો મરશો!, ઇટાલિયાએ અધિકારીઓને ચેતવ્યાં!

Continues below advertisement

આમ આદમી પાર્ટી ગુજરાતના નેતાએ કહ્યું, ભાજપના નેતાને બચાવવા માટે SITની રચના કરવામાં આવે છે. બોટાદ, મોરબી, વડોદરા, સુરતમાં SIT રચના કરવામાં આવી હતી, તેમ છતાં તે લોકોને હજુ સુધી ન્યાય નથી મળ્યો.


રાજકોટ ગેમઝોન આગ બાદ SIT ટીમ લઈને AAP નેતા ગોપાલ ઇટાલિયા તેમજ આમ આદમી પાર્ટી ના પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રહાર કર્યા છે.  ઈસુદાન ગઢવીએ કહ્યું, આવી ઘટના વારંવાર બની રહી છે. 2 મહિના બાદ ભાજપ આ દુર્ઘટના ભુલાવી દેવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું છે. ભાજપના કારણે ગુજરાતમાં આવી ઘટના બની રહી છે. ગુજરાતમાં બનેલી ઘટનામાં ભાજપના નેતા અને અધિકારી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.

ભાજપના નેતાને બચાવવા માટે SITની રચના કરવામાં આવે છે. બોટાદ, મોરબી, વડોદરા, સુરતમાં SIT રચના કરવામાં આવી હતી, તેમ છતાં તે લોકોને હજુ સુધી ન્યાય નથી મળ્યો. સરકાર દ્વારા અનેક ઘટનામાં સિટની રચના કરવામાં આવી હોવા છતાં કોઈ સામે કાર્યવાહી કરવામાં આવી નથી. ગુજરાતમાં નકલી સરકારી કચેરી ઝડપાઈ તેમાં પણ SIT રચના કરવામાં આવી હતી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram