જેતપુરમાં રબારીકા ગામમાં પ્રદૂષણ ફેલાવતા ગેરકાયદેસર ધોલાઇ ઘાટ તોડી પડાયા
રાજકોટના જેતપુરમાં મામલતદાર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રબારીકા ગામે પ્રદુષણ ફેલાવતા ધોલાઈ ઘાટો તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, નાના ઘાટો તોડવામાં આવ્યા હતા પરંતુ મોટા યુનિટો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ બાબતે GPCBના અધિકારીઓને પૂછવામાં આવતા તેઓ કેમેરા સામે કાંઇ બોલવાની ના પાડી હતી.