રાજકોટ અગ્નિકાંડની મહત્વની વાતો, જુઓ વીડિયો
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગઈકાલે મોડી રાતે ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ થયા હતા. જ્યારે એકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 33 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર મધરાતે સાડા બાર વાગ્યે આગનો કોલ આવ્યો હતો. હોસ્પિટલના બીજા માળે આવેલી મશીનરીમાં શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.