IND vs ENG 3rd T20: રાજકોટના સયાજી હોટલ ખાતે ટીમ ઈન્ડિયાનું આ રીતે કરાશે સ્વાગત?

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે T-20 મેચ. રાજકોટમાં પાંચ મેચની T20 સિરીઝમાં ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રમાશે. 

28 જાન્યુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T-20 મેચ રાજકોટમાં રમાશે.બંને દેશની ટીમનું આજે રાજકોટમાં આગમન. આવતીકાલે બંને ટીમ કરશે પ્રેક્ટિસ.. રાજકોટની સયાજી હોટેલમાં રોકાશે ટીમ ઈંડિયા. ટીમ ઈંડિયાને રાત્રિના ડીનરમાં ગુજરાતી તેમજ કાઠીયાવાડી ભોજન પીરસાશે. 

રાજકોટમાં ક્રિકેટ ફીવર. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T-20 મેચ રાજકોટમાં રમાશે. 28 જાન્યુઆરીના છે ત્રીજી T-20 મેચ.. બંને દેશની ટીમ આજે સાંજે રાજકોટ આવી પહોંચશે. આવતીકાલે બંને ટીમ પ્રેક્ટિસ કરશે.. રાજકોટની સયાજી હોટેલમાં રોકાશે ટીમ ઈંડિયા. ટીમ ઈંડિયાા આગમનને લઈ હોટેલ મેનેજમેન્ટે તૈયારીઓ કરી છે. ઢોલ અને ગરબાના તાલે ખેલાડીઓનું સ્વાગત કરાશે. ટીમ ઈંડિયાને રાત્રિના ડીનરમાં ગુજરાતી તેમજ કાઠીયાવાડી ભોજન પીરસાશે. જેમાં બાજરાનો રોટલો.. રીંગણાનો ઓળો. લીલા ચણાનું શાક, દહીં તીખારી, ખીચડી-કઢી જેવા ભોજન પીરસાશે. તો સવારે નાસ્તામાં ફાફડા જલેબી,  દહીં-પરોઠા સહિતના વ્યંજન પીરસવામાં આવશે. 

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola