રાજકોટમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઇને ભારતીય કિસાન સંઘનું વિરોધ પ્રદર્શન
રાજકોટ ભારતીય કિસાન સંઘના આગેવાનો કલેકટર ઓફિસ પહોંચ્યા હતા અને ગૌચર ખુલ્લા કરવાની માંગ કરી હતી. ભારતીય કિસાન સંઘના નેતાઓએ ગામડે રખડતા ઢોરને ઘાસચારો પૂરો પાડો,ગાય બચાવો દેશ બચાવોના નારા લગાવ્યા હતા. ખેડૂતો માટે સરકાર પાસે અલગ-અલગ માંગણી મૂકી કિસાન સંઘના આગેવાનોએ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.