બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે રાજકોટ પ્રશાસન એક્શનમાં, સિવિલમાં બનાવાશે બર્ડ ફ્લૂ માટે આઈસોલેશન વોર્ડ
રાજ્યમાં બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે રાજકોટ પ્રશાસન એક્શનમાં આવ્યું છે. સિવિલમાં સ્વાઈનફ્લૂના વોર્ડને બર્ડ ફ્લૂનો વોર્ડ જાહેર કરાય તેવી શક્યતા. રાજકોટમાં હજુ સુધી બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો નથી. અત્યાર સુધી રાજ્યમાં જૂનાગઢ, સુરત, વલસાડ અને વડોદરામાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે. સુરત, જૂનાગઢ અને વલસાડ બાદ વડોદરાના સાવલીના વસંતપૂરા ગામમાં બર્ડ ફ્લૂની પુષ્ટી થઈ છે.