Local Body election:રાજકોટ કલેક્ટરે સાત જાહેરનામા કર્યા પ્રસિદ્ધ, જાણો શું કરવામાં આવ્યા છે આદેશ?
Continues below advertisement
રાજકોટ મનપા ચૂંટણીને લઈ જિલ્લા કલેકટર દ્વારા 7 જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. ચૂંટણી શાંતિમય થાય તે માટે જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. લોકોને થાળી , વેલણ , ઘંટરાવ અને કાળા વાવટા ફરકાવવાની મનાઈ કરવામાં આવી છે. પ્રચાર દરમિયાન બેનામી ચોપાનિયા છાપવાની પણ મનાઈ કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા છાપવામાં આવતી પત્રિકામાં પ્રકાશક અને મુદ્રકનું નામ અને સરનામું અચૂક પ્રસિદ્ધ કરવાનું રહેશે. ખાનગી મિલકતમાં મંજૂરી વગર ચૂંટણી સંબંધિત સૂત્રો , પોસ્ટર , પ્રતીકો લગાવવા નહીં.
Continues below advertisement