સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ રાજકોટ જિલ્લા કોગ્રેસ મહામંત્રી વિઠ્ઠલ હિરપરા ભાજપમાં જોડાશે, જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ રાજકોટ જિલ્લામાં કૉંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. જિલ્લા કૉંગ્રેસના મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા આજે ભાજપમાં જોડાશે. ધોરાજીમાં શિક્ષણ મંત્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમાની હાજરીમાં વિઠ્ઠલ હિરપરા સમર્થકો સાથે કેસરિયો ખેસ પહેરશે. તો વિઠ્ઠલ હિરપરાને તાત્કાલિક અસરથી પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ રાજકોટ જિલ્લા કૉંગ્રેસના પ્રમુખે પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેંડ કરી દીધા છે.