Lok Sabha Election 2024 | રાજકોટ લેઉવા પાટીદાર સમાજની વાયરલ પત્રિકાના કેસમાં યુવકો જામીન પર મુક્ત

Continues below advertisement

Lok Sabha Election 2024 | રાજકોટની હાઇ પ્રોફાઈલ બેઠકમાં હવે નવો વળાંક આવ્યો છે.. કોંગ્રેસના ચાર લેઉવા પાટીદાર યુવાનો દ્વારા લેઉવા પટેલ પાટીદારોને લઈને પત્રિકાઓ વાયરલ કરવામાં આવતા ગઈકાલે ભાજપના અગ્રણીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.પોલીસ કમિશનરના આદેશ બાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ચાર પાટીદાર યુવાનો વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવતા રાજકોટનું રાજકારણ ગરમાયુ આવ્યું છે. પોલીસ દ્વારા IPC 153(A), 188, 114 તેમજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અંતર્ગત નોંધવામાં આવી ફરીયાદ છે.કેતન તાળા, પ્રકાશ વેજપરા, વિપુલ તારપરા, દીપ ભંડેરી તેમજ પત્રિકા બનાવનાર અને તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઇ છે.વોર્ડ નંબર 11 ભાજપના પ્રમુખ મહેશ પીપરિયા દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવવામાં થઈ છે.ભાજપ દ્વારા ગુરૂવારના રોજ પોલીસ કમિશ્નરને પત્રિકા બાબતે કરી હતી..ફરીયાદ નોંધાતાની સાથે 4 જેટલા યુવાનોને પોલીસે ઝડપી પાડયા હતા.ગુરુવારે રાતે યુવાનોને ઝડપી પાડતા કોંગ્રેસ અને લેઉવા પાટીદાર આગેવાનો ક્રાઈમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા હતા.તાલુકા પોલીસ દ્વારા થોડીવારમાં ચારેય યુવાનોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત પણ યુવાનોની સાથે કોર્ટે પહોંચ્યા હતા. મહેશ રાજપૂતે ભાજપ પર સંસની ખેચ આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે ભાજપના ઈશારે પોલીસ કામગીરી કરી રહી છે..રાજકોટ -લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલનો મામલે ચારેય પાટીદાર યુવકોનો જામીન પર કોર્ટે મુક્ત કર્યા હતા.15 -15 હજારના જામીન પર કર્યા મુક્ત કર્યા હતા.થર્ડ એડિશનલ સિવિલ જજ એન્ડ JMFC બી.પી.ઠાકર સાહેબની કોર્ટમાં તાલુકા પોલીસે રજૂ કર્યા હતા..કોર્ટે ચારેય યુવકોને જામીન પર મુક્ત કર્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram