રાજકોટમાં પતંગની દોરીથી યુવકનું ગળુ કપાતા મોત, જુઓ વીડિયો
રાજકોટમાં પતંગની દોરીએ એક યુવકનો ભોગ લીધો હતો. 39 વર્ષીય વિપુલ બકરાણીયા નામનો યુવક ગઈકાલે સાંજના પોતાનું એક્ટિવા લઈ નાનામૌવા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પતંગની દોરી ગળાના ભાગે ફસાઈ ગઈ હતી. દોરી ફસાતા યુવકનું ગળુ કપાઈ ગયુ અને મોતને ભેટ્યો હતો.