Meeting Of Patidar:‘પાટીદારોની FIR લેવામાં આવતી નથી.. ગુંડાઓને પોલીસ સપોર્ટ કરે છે..’પાટીદારોનો હુંકાર
રાજકોટ જિલ્લાના જસદણ પાટીદાર શૈક્ષણિક સંકુલ ખાતે જસદણ પંથકના પાટીદાર સમાજની મીટીંગનું આયોજન કરાયું હતું. આ મિટિંગમાં દિનેશ બાંભણીયા, મનોજ પન્નારા, અલ્પેશ કાથીરિયા સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. આ મિટિંગમાં જસદણ પંથકમાં પાટીદાર સમાજના યુવાનો લોકો વ્યાજખોર, ગુંડાગીરી,મહિલાઓને થતી હેરાનગતિ અને સમાજની દીકરીઓ ભાગી જતી હોવાની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પાટીદાર સમાજ પર આવેલા બદલાવ અને તેના સોલ્યુશન વિશે ચર્ચા કરાઈ હતી. જસદણ તાલુકાના પાટીદાર પરિવારોને પડતી મુશ્કેલી બાબતે મીટીંગ યોજાઈ હતી. જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે મીટીંગ યોજાઈ હતી. વ્યાજખોર, ગુંડાગીરી, રોમિયોગિરી, ઓન લાઇન ગેમીંગને લઈને મીટીંગમાં અનેક પ્રકારની ચર્ચા થઈ હતી. બેઠકમાં પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણીયાએ કહ્યું કે, આજના સમયમાં પાટીદાર સમાજની દીકરીઓને ભગાડવાનો મોટો પ્રશ્ન છે. થોડા દિવસ અગાઉ સમાજની સગીરા ઉપર વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. બીજી ઘણી દીકરીઓ પણ ફસાયેલ છે તેની વિગત પણ પોલીસને આપીશું. ગ્રામ્ય વિસ્તારમાં 10 જેટલી છોકરીઓને ભોગ બનાવી હોવાના કિસ્સા સામે આવ્યા છે.