Morbi: યુવકના હાથમાંથી રૂપિયા આંચકીને ભાગતા લૂંટારાને યુવકે પછાડ્યો, લોકોએ પણ પથ્થર ફેંક્યો, જુઓ વીડિયો
મોરબીઃ શહેરના રવાપર રોડ પર લીલાલેર બગીચા નજીક લૂંટના પ્રયાસની ઘટના સામે આવી છે. રોકડ લઈને જતા યુવાન પર બે શખ્સો બંદૂક લઈને તૂટી પડી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવાન અને લોકોએ આરોપીઓનો સામનો કર્યો અને આરોપીઓને ભગાડ્યા હતા. આ ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.