Rajkot Murder Case: રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો.
રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ...પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો. ભગવતીપરા વિસ્તારમાં ઘરથી 200 મીટર દૂર 33 વર્ષીય મહિલા સ્નેહાબેન આસોડીયાનો માથું છૂંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘરકંકાશથી કંટાળી પતિ હિતેશે જ પોતાની પત્નીનું લોખંડના સળિયાનો ઘા મારી મર્ડર કર્યાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો. હત્યા બાદ આરોપી પતિએ એવી સ્ટોરી ઘડી કાઢી હતી કે પત્ની પાણીપુરી ખાવા ગઈ અને ઘરે પરત ફરી નથી શરૂઆતથી શંકાના દાયરામાં રહેલો પતિ ક્રાઈમ બ્રાન્ચની આગવી ઢબથી થઈ રહેલી પૂછપરછમાં ભાંગી પડ્યો હતો અને કબુલાત આપી હતી કે, ત્રણ વર્ષ પહેલા સ્નેહા સાથે લગ્ન થયા હતા અને ત્યારબાદથી જ બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. શનિવારે સાંજના સમયે જ્યારે પત્નીનો કોલ આવ્યો ત્યારે પણ ઝઘડો કરતા પતિ રોષે ભરાઈ ગયો હતો અને કારખાનેથી જ લોખંડનો સળીયો લઈને નીકળ્યો હતો. અને બહાર લઈ જવાના બહાને પત્નીને લઈ નીકળ્યો હતો. એક વિધિ કરાવવાનું કહીને ઘરેણા પત્નીના શરીર પાસેથી ઉતરાવી લીધા હતા. હાલ પોલીસે આરોપી હિતેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.