નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરશે કે નહી, દિલ્હીથી પરત ફર્યા બાદ શું આપ્યું મોટું નિવેદન,જુઓ વીડિયો
નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહી તેના પર સમગ્ર ગુજરાતની નજર છે. દિલ્હી પ્રવાસે ગયેલા નરેશ પટેલ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. રાજકોટ એરપોર્ટ પર તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે તેઓ એક લગ્નપ્રસંગે દિલ્હી ગયા હતા અને ત્યાં પ્રશાંત કિશોર અને અન્ય પાર્ટીના નેતાઓ સાથે પણ મુલાકાત થઇ હતી. પણ કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય કક્ષાના નેતા સાથે બેઠક થઇ નથી. આ સાથે નરેશ પટેલે કહ્યું કે તમામ રાજકીય પક્ષો તેમનો સંપર્ક કરી રહ્યાં છે, નરેશ પટેલ ક્યારે રાજકારણમાં જોડાશે એ પ્રશ્નનો જવાબ આપતા નરેશ પટેલે કહ્યું કે 15 મેં સુધીમાં તેઓ નિર્ણય લેશે કે તેઓ ક્યાં પક્ષમાં જોડાશે.