Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધી
સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા. જેમના પર PI સંજય પાદરિયાએ કર્યો હતો હુમલો. હુમલાના વિવાદમાં હવે આવ્યો છે નવો ટ્વિસ્ટ. નવો ટ્વિસ્ટ એ કે, હુમલાનો વિવાદ હવે પહોંચ્યો છે લેઉવા-કડવા પાટીદાર સુધી. જયંતીભાઈ સરધારાએ મીડિયા સમક્ષ આજે ફરી નિવેદન આપ્યું. જેમાં તેમણે દાવો કર્યો કે, PI પાદરિયા એવું બોલ્યો હતો કે, મને કડવા પટેલો પસંદ નથી. કેમ કે, કડવા પટેલો છેતરવાનું કામ કરે છે..જયંતીભાઈ સરધારાના મતે, PI પાદરિયાએ ઉગ્ર થઈને હાથ ઊંચો કરતાં મેં તેને લાત મારી હતી. જયંતીભાઈએ આરોપ લગાવ્યો કે, PI પાદરિયાએ કેટલાય કૌભાંડ કર્યા છે અને સમાજ બધું જાણે છે. જયંતીભાઈએ ફરી એ નિવેદન આપ્યું કે, PI પાદરિયા ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો અંગત માણસ છે.
Tags :
RAJKOT