લોકડાઉનના ચુસ્ત પાલનના કારણે રાજકોટ જિલ્લાના આ ગામમાં નથી નોંધાયો કોરોનાનો એક પણ કેસ
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાનું ચીભડા ગામ કોરોના મહામારીના આટલા મહિના બાદ પણ કોરોના મુક્ત છે. આજે પણ ત્યાં એક પણ પોઝિટિવ કેસ નથી નોંધાયો. ચીભડા ગામના સરપંચના મતે કોરોનાના કપરા કાળમાં પણ આ ગામ કોરોના મુક્ત છે. મહામારીના આટલા મહિના બાદ પણ કોઈ પોઝિટિવ કેસ નથી નોંધાયો. પોતાનું ગામ કોરોના મુક્ત હોવાનું સૌથી વધુ આનંદ ગામના લોકોના ચહેરા પર જોવા મળ્યો. ગામના લોકોએ લોકડાઉન દરમિયાન નિયમોનું પાલન કર્યું અને આજે પણ બહારના પ્રદેશમાંથી આવતા મજૂરોની પહેલા આરોગ્ય ચકાસણી થાય છે અને બાદમાં તેમને ગામમાં પ્રવેશ આપવામાં આવે છે. ગામના સરપંચ લાધા ભાઈ મારકણાએ કહ્યું હતું કે તેઓ દ્ધારા લોકડાઉન દરમિયાન બહારના લોકોને ગામમાં પ્રવેશ અપાયો ન હતો તેમજ ગામના લોકો બહાર ન જાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આજે બહારના શાકભાજીવાળાઓને પણ ગામમાં પ્રવેશ અપાતો નથી. ગામના આગેવાનો દ્ધારા સતત એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ માસ્ક પહેર્યા વગર ન રહે તેમજ લોકો ટોળે વળીને ભેગા ન થાય.