સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ રાખવા NSUIના કાર્યકરોએ PPE કિટ પહેરી કર્યો વિરોધ
રાજકોટ જિલ્લા NSUI દ્ધારા PPE કીટ પહેરી NSUI દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આગામી 10 તારીખથી શરૂ થતી અલગ અલગ પરીક્ષા મોકૂફ રાખવા માંગ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 10 તારીખથી અલગ અલગ વિભાગની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે.તો બીજી બાજુ કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે 10 તારીખથી શરૂ થનાર પીજીની પરીક્ષા સોશિયલ ડિસ્ટન્સ સાથે લેવામાં આવશે.15 હજારથી વધુ વિદ્યાર્થીઓને વીમા કવચ પૂરું પાડવામાં આવશે.