કોરોના કાળમાં ફાર્મસી કરેલા વિદ્યાર્થીઓ માટે શું આવ્યા સારા સમાચાર, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાકાળમાં અલગ ક્ષેત્રોમાં રોજગારીની તકો ઓછી થઈ છે પણ રાજ્યમાં ફાર્મસી કરેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે એક જોબ પોર્ટલ લોન્ચ કર્યું છે, જેમાં ફાર્મસી થયેલ વિદ્યાર્થીઓ અને ફાર્મા કંપનીઓ સીધા એક બીજાના સંપર્કમાં આવી શકે તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં 70 હજારથી વધારે ફાર્મસી પહેલા ફાર્માસીસ્ટ છે. જેમના માટે જોબ પોર્ટલ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ફાર્મસી થયેલ ઉમેદવાર પોતાની વિગતો આ પોર્ટલ પર મૂકી શકશે, જેના આધારે ફાર્મા કંપનીઓ તેમની જરૂરિયાત મુજબ ઉમેદવારોની પસંદગી કરી શકશે. ફાર્મા કંપનીઓ અને વિદ્યાર્થીઓ એમ બંને માટે અહીં પ્રોફાઈલ આપવામાં આવી છે, જેમાં ફાર્મા કંપનીઓ પણ તેમની કંપનીમાં વેકેન્સી અંગેની વિગતો મૂકી શકે છે, જેને વિદ્યાર્થીઓ પણ જોઈ શકે છે, જે માટે કોઈ ચાર્જ નહિ હોય.
Continues below advertisement