સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરાયેલા ઓનલાઈન શિક્ષણના સર્વેમાં શું આવ્યા ચોંકાવનારા તારણો ? જુઓ વીડિયો
લોકડાઉન બાદ ઓનલાઈન અભ્યાસ કરાવામાં આવી રહ્યો છે.. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવન દ્વારા કરાયેલા સર્વેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. 35 ટકા વિદ્યાર્થી સ્માર્ટફોનના અભાવે ભણી શકતા નથી. ઓનલાઈન શિક્ષણ માં 45 ટકા વિદ્યાર્થી ઓનલાઇન અભ્યાસ કરે છે. 55 ટકા વિદ્યાર્થી મોબાઈલ માં ગેમ રમતા હોવાનું સામે આવ્યું છે. ગામડાઓમાં ઓનલાઈન શિક્ષણને બદલે વિદ્યાર્થીને ખેતીકામમાં મદદમાં લઇ જવામાં આવે છે. આ ઉપરાંત આ સર્વેમાં સૌથી બીજી ચોંકાવનારી બાબતો એ સામે આવી કે આજ ની 21મી સદીમાં પણ છોકરીઓ કરતા છોકરાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. જોબ વ્યવસાયની વાત કરવામાં આવે તો આ અભ્યાસ પણ છોકરીઓને ઓછું મહત્ત્વ અપાતું હોવાની વિગતો પણ સામે આવી છે.