Parshottam Rupala | ચૂંટણી જીત્યા બાદ પરશોત્તમ રૂપાલા પહોચ્યા દિલ્હી.. જુઓ વીડિયો

Continues below advertisement

પરિણામ પહેલા સૌથી ચર્ચાસ્પદ રાજકોટ બેઠકને લઈને લોકોમાં ભારે ઉત્તેજના હતી. જો કે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવારન પરશોત્તમ રૂપાલાની જીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન રૂપાલાએ કરેલા ક્ષત્રિય અંગેના નિવેદનને લઈને તેમનો વિરોધ થયો હતો. તો હવે પરશોત્તમ રૂપાલા ચૂંટણી જીત્યા બાદ પહેલી વખત દિલ્હી પહોંચ્યા છે.. ચૂંટાયેલા 25 સાંસદો સાથે પરશોત્તમ રૂપાલા દિલ્હી પહોંચ્યા છે..

પરશોત્તમ રૂપાલા વિવાદ હોય કે પછી ક્ષત્રિય સમાજનો આક્રોશ અને વિરોધ હોય. જો કે, આ તમામ ઘટનાઓ પછી પણ રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા 2.94 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના પરેશ ધાનાણી ચૂંટણી મેદાને છે જે હાલ પાછળ ચાલી રહ્યા છે. જો કે, મતગણતરી દરમિયાન પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી એક સાથે જોવા મળ્યા હતા. મતગણતરી કેન્દ્ર પર બંને નેતાઓનો ભેટો થતા એકબીજા સાથે મુલાકાત કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram