Video: ખોડલધામના નરેશ પટેલનો દાવોઃ 'મુખ્યમંત્રી સાથે મારો સતત સંપર્ક છે અને બહુ જલદી......'
ગુજરાતમાં ફરી પાટીદાર અનામત આંદોલનને વેગીલું બનાવવાના પ્રયાસો શરૂ થયા છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પાટીદારો સામેના કેસો પરત ખેંચવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, ફરી આંદોલન કરવા મુદ્દે મને કોઈ ખબર નથી. કેસ સરકાર જલદીથી પરત ખેંચે તે મુદ્દે મારે મુખ્યમંત્રી સાથે સતત સંપર્ક ચાલું છે. તેમજ આ મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.