રાજકોટના બેડી યાર્ડમાં મગફળીની આવક કરાઇ બંધ, જુઓ વીડિયો
રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી છે. બેડી યાર્ડમાં બે લાખ ગુણી મગફળીની આવક થતા બેડી માર્કેટ યાર્ડના સત્તાધીશોએ નિર્ણય લીધો હતો. હાલ યાર્ડમાં પાંચ દિવસ સુધી આવક બંધ રાખવી પડે તેટલો સ્ટોક છે. બેડી યાર્ડમાં એક દિવસમાં 20 હજાર ગુણી મગફળીની હરાજી થાય છે.