રાજકોટમાં લોકોને 24 કલાક પાણી આપવામાં આવશે, જુઓ વીડિયો
રાજકોટવાસીઓને 24 કલાક પાણી વિતરણ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે આ નિવેદન આપ્યું હતુ. રાજકોટની જનસંખ્યા અને વિસ્તાર વધતા પાણીની જરૂરિયાતને ધ્યાને લઇ વિસ્તૃત પ્લાન તૈયાર કરાયો છે. મોટા પાયે ડી.આઈ પાઇપ લાઈન બદલવાની કામગીરી હાથ ધરાશે. ચંદ્રેશનગર વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે મીટર લગાવી પાણી વિતરણ કરાશે. મીટરથી 24 કલાક પાણી વિતરણ કરાશે તો પાણીનો બગાડ પણ અટકશે.