Rajkot News : શ્રાવણમાં લોકોની આસ્થા સાથે શ્રાવણમાં ચેડા, ફરાળી પેટીસમાં મકાઇના લોટની ભેળસેળ

Rajkot News : શ્રાવણમાં લોકોની આસ્થા સાથે શ્રાવણમાં ચેડા, ફરાળી પેટીસમાં મકાઇના લોટની ભેળસેળ

રાજકોટ શ્રાવણ માસમાં ઉપવાસ કરતા શ્રદ્ધાળુની આસ્થા સાથે ચેડા કરાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકો તો કહી રહ્યા છે કે, આવું કરનારને ઘોરપાપ લાગવાનું છે. ફૂડ વિભાગની ટીમની તપાસમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થયાનું ખુલ્યું. ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલ જલારામ ફરસાણમાંથી પેટીસના નમૂના લીધા હતા.  જો કે પેટીસમાં મકાઈનો લોટ ભેળવીને થતું હતું વેચાણ. ફૂડ વિભાગે જલારામ ફરસાણ માંથી 85 કિલો વાસી પેટીસનો જથ્થો અને 5 કિલો મકાઈનો લોટ ઝડપ્યો. તમામ વસ્તુનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો. જો કે શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ દરમિયાન ફરસાણના વેપારીઓ શ્રદ્ધાળુને મકાઈનો લોટ ખવડાવતા હોવાનું ખુલ્યું . રૂપીયા કમાવવાની લાલચમાં લોકોની આસ્થા સાથે પણ ચેડા કર્યા . 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola