Dwarka Honey Trap : દ્વારકા હનીટ્રેપમાં મોટો ખુલાસો, પોલીસ-હોમગાર્ડની ખૂલી સંડોવણી, જુઓ અહેવાલ

Dwarka Honey Trap : દ્વારકા હનીટ્રેપમાં મોટો ખુલાસો, પોલીસ-હોમગાર્ડની ખૂલી સંડોવણી, જુઓ અહેવાલ

દ્વારકા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો હનીટ્રેપ કેસ નોંધાયો છે. જેમાં એક પોલીસ કર્મચારી, એક હોમગાર્ડ જવાનની સંડોવણી ખૂલી હતી તો હનીટ્રેપમાં વેપારીને ફસાવનારી યુવતી અને જીમ ટ્રેનરની પોલીસે ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, સોશિયલ મીડિયા પર આરજુ સિંહ નામની યુવતીએ રાજકોટના પ્રતિષ્ઠિત વેપારી સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ તેણે વેપારીને દ્વારકા દર્શન માટે બોલાવ્યા હતા. બાદમાં રસ્તામાં પોલીસની વર્દી પહેરીને આવેલા બે યુવકોએ વેપારીની કાર રોકી હતી. તેમણે વેપારીને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી 10 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. રકઝકના અંતે 1.20 કરોડ રૂપિયા આંગડિયા પેઢી મારફતે પડાવ્યા હતા. બાકીની રકમ માટે યુવતીએ વેપારીને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી ભાગી છૂટી હતી.

 પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નકલી પોલીસકર્મીઓએ પહેરેલી વર્દી પર સંજય કરંગીયા અને એસ.કે.સોલંકી નામ લખેલા હતા. સંજય કરંગીયા પોલીસ કર્મચારી તરીકે અને અજય હોમગાર્ડ જવાન તરીકે જામનગર પોલીસમાં ફરજ બજાવે છે, તેની સામે પણ ગુનો નોંધાયો છે. ઓખા મરીન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola