યુટ્યુબ પર વીડિયો જોઇ હથિયાર બનાવતા બે શખ્સોને પોલીસે ઝડપ્યા, જુઓ વીડિયો
યુ ટ્યુટ પર વિડીયો નિહાળી દેશી તમંચો બનાવનાર એક શખ્સને રાજકોટ પોલીસે ઝડપી પાડ્યો હતો. રાજકોટ પોલીસે કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાંથી રાજેશ આંકોલિયા નામના શખ્સને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં આરોપીએ આ હથિયાર નવીનકુમાર દાદોરિયા પાસેથી ખરીદ્યું હોવાની કબૂલાત આપતા પોલીસે નવીનકુમારને્ પણ ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં નવીનકુમારે કહ્યું કે તેણે આ હથિયાર યુ ટ્યુબ પર વિડીયો નિહાળી આઠ દિવસમાં બનાવ્યું હતું.