Rajkot Police: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો': રાજકોટમાં પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું
કાયદોમાં રહેશો તો ફાયદામાં રહેશો..અને જો કાયદો તોડ્યો તો સરઘસ તો નીકળશે જ તેવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગુનેગારોને કડક ચેતવણી બાદ એક્શનમાં આવેલ પોલીસ વધુ એક આરોપીનું સરઘસ કાઢ્યુ રાજકોટમાં. રાજકોટ A ડિવિઝન પોલીસે મારામારીના કેસમાં આરોપી સાકીરખાન પઠાણનું સરઘસ કાઢ્યું.. જરા જુઓ આ ગુંડાને.. મારામારી કરીને રૌફ જમાવવા સાકીરખાનને કાયદાના પાઠ ભણાવતા તેની ચાલ જ બદલાઈ ગઈ છે.. પહેલા દાદાગીરી કરીને નાગરિકોમાં રોફ જમાવતો આરોપી સાકીરખાનને કાયદાના એવા તો ડંડા પડ્યા કે તે હવે લંગડાતો લંગડાતો ચાલવા મજબુર બન્યો છે.. શુક્રવારે સાકીરખાન પઠાણે ખત્રીવાડ વિસ્તારમાં દિપાંકર બંગાળી નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો.. રસ્તામાંથી પસાર થવા બાબતે બોલાચાલી કરી રિક્ષા ચાલક એવા સાકીરખાન પઠાણે થપ્પડ મારીને છરીના ઘા માર્યા હતા.. બનાવના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થતા આખરે રાજકોટ પોલીસ એક્શનમાં આવી.. અને આરોપી સાકીરખાનને કાયદાના પાઠ ભણાવીને તેનું સરઘસ કાઢ્યુ