રાજકોટઃ મેડિકલ સાધનોમાં આગ લાગી હોવાની શક્યતાઃ એ.કે.રાકેશ
રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગની ઘટનાના તપાસનીશ અધિકારી એ.કે રાકેશે જણાવ્યુ હતુ કે માણસોને વધુ ટ્રેનિંગની જરૂર છે. એકે રાકેશે મીડિયાને જણાવ્યું હતું કે, એફએસએલના રિપોર્ટ પર જ ચોક્કસ કારણ સામે આવશે. ઓક્સિજન સપ્લાય વધુ હોવાથી હોસ્પિટલમાં આગ લાગે છે. તેથી હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવામાં આવે તે જરૂરી છે. કોવિડના કોઈ ઈક્વિપમેન્ટમાં આગ લાગી હોઈ શકે છે. સ્પાર્ક ક્યાંથી થયો એ એફએસએલના રિપોર્ટમા જ માલૂમ પડશે. કઈ બનાવટના સાધનમાં આગ લાગી એ તપાસ ચાલુ છે. તેમજ ઓક્સિજન લિકેજ છે કે કેમ એ પણ તપાસ કરાવીશું. બ્લાસ્ટ ક્યાંય થયો હોય એવું લાગી નથી રહ્યું. પ્રાથમિક તપાસમાં આટલી માહિતી સામે આવી છે. ફાઇનલ રિપોર્ટ બે દિવસમાં આવશે.