Rajkot TRP Game Zone Fire | રાજકોટ આગકાંડ | આરોપીઓના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાંખીશ
રાજકોટ TRP ગેમઝોનમાં આગ લાગતા કૂલ મૃત્યુઆંક 28 પર પહોંચ્યો છે. આ અગ્નિકાંડે સમગ્ર શહેરના હચમચાવી નાખ્યું છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 5 લોકો હજુ લાપતા છે. પરિવારના 8 લોકો ગેમઝોનમાં હતા. આ આગકાંડમાં પોતાના સ્વજનો ગુમાવનારા પ્રદિપસિંહ ચૌહાણે કહ્યું કે, 'ગુનેગારોને સખત સજા થવી જોઈએ. મારે સરકારી સહાય જોતી નથી. મેં મારું બધું જ ગુમાવ્યું છે. સજા થયા બાદ ગુનેગારોને જામીન મળશે તો તેને જાનથી મારી નાખીશ.' પ્રદિપસિંહ ચૌહાણનો 15 વર્ષનો દીકરો રાજભા ચૌહાણ દુર્ઘટનામાં લાપતા થયો હતો.
પ્રદિપસિંહ ચૌહાણે કહ્યું કે, 'TRP અગ્નિકાંડના ગુનેગારોને સખત સજા થવી જોઈએ. મારે કોઈ સહાયની જરૂર નથી, મને સહાય મળશે તે હું જરૂરિયાત વાળા લોકોને આપી દઈશ. મેં મારું બધું જ ગુમાવ્યું છે. જો સજા થયા બાદ ગુનેગારોને જામીન મળશે તો તેને જાનથી મારી નાખીશ.'
રાજકોટમાં ગઈકાલે બનેલી ઘટનાથી આખું રાજ્ય હચમચી ઉઠ્યું છે. રાજકોટમાં નાના મૌવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળતા 28 જેટલા લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. પ્રદીપસિંહ ચૌહાણના સ્વજનોના DNA મેચ થયા હોવાના સમાચાર મળ્યા છે.
ગેમ ઝોનમાં આગ લાગવાથી 28 લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં માલિક સહિત 10ની અટકાયત કરવામાં આવી છે. રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં શનિવારે બપોરે 4.30 વાગ્યે ભયાનક આગ ફાટી નિકળી હતી.