NAACની ટીમના ઇન્સ્પેક્શનને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તૈયારીઓ કરાઇ, જુઓ વીડિયો
18 ફેબ્રુઆરીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેકની ટીમનું ઈંસ્પેક્શન શરૂ થઈ રહ્યું છે. જેને લઈને યુનિવર્સિટીના સત્તાધીશઓએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. નેકની ટીમ દરેક ભવનમાં જ ઈંસ્પેક્શન કરવાની છે. પરંતુ કેમ્પસમાં રહેલા અન્ય કેંદ્રોમાં પણ જો અચાનક ટીમ સુવિધા વ્યવસ્થા જોવા આવે તો કેવી રીતે વાત કરી, કંઈ ભાષામાં વાત કરી, શુ વિશેષતાઓ જણાવવી એવી તમામ બાબતોથી વાકેફ કરવા યુનિવર્સિટીની હોસ્ટેલ,ભાઈઓ-બહેનોના જીમ, સીસીડીસી, મંડળીઓ સહિતના જુદા જુદા તમામ વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા કેંદ્રોમાં સંચાલકોની ખાસ બેઠક બોલાવવામાં આવી.