Kutch ના મુંદ્રામાં બે યુવકોના કસ્ટોડિયલ ડેથને લઇને આજે મુંદ્રા બંધનું એલાન

Continues below advertisement

કચ્છના મુંદ્રા પોલીસ સ્ટેશનમાં 2 ગઢવી યુવાનોના કસ્ટોડિયલ ડેથને લઈ આજે મુંદ્રા બંધનું એલાન અપાયું છે. બે યુવકોના મોત થયા બાદ ગઢવી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાઘોઘામાં સમસ્ત ચારણ સમાજની એક જાહેરસભા પણ બોલાવાઈ છે. મુંદ્રા તાલુકાના સમાઘોઘામાં થયેલી ઘરફોડ ચોરીના બનાવ મામલે પોલીસે જાન્યુઆરી મહિનામાં ત્રણ શકમંદ યુવકોને ઉઠાવી લોકઅપમાં ઢોર માર માર્યો હતો. મારના કારણે અરજણ ગઢવી નામના યુવકનું કસ્ટડીમાં જ મૃત્યુ થયું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram