સીંગતેલ અને કપાસિયા તેલમાં ફરી ભડકો, સીંગતેલના એક ડબ્બાનો ભાવ 2600ને પાર
રાજકોટ: સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. સીંગતેલમાં ડબ્બે 15 રૂપિયા નો વધારો થતાં ભાવ 2600 ને પાર પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો થતાં ભાવ 2190 થયો છે. મુખ્યતેલ ની સાથે સાઈડ તેલના ભાવમાં પણ વધારો થયો છે. મકાઈ તેલમાં 20 રૂપિયાનો વધારો થતાં ભાવ 1940 થયો છે. સતત ભાવ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.