વડાપ્રધાન મોદી રાજકોટ એઇમ્સનું ખાતમુહૂર્ત કરશે, જુઓ વીડિયો
રાજકોટના ખંઢેરી નજીક નિર્માણ થનારી એઈમ્સનું આવતીકાલે પીએમ મોદી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરશે. ખાતમુહૂર્ત સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સ્થળ પર હાજર રહેશે. રાજકોટ એઈમ્સના ખાતમુહૂર્તની તમામ તૈયારીઓને આજે આખરી ઓપ આપવામા આવ્યો હતો. ખાતમુહૂર્ત પ્રસંગ માટે સ્થળ પર એક વિશાળ ડોમ ઉભો કરાયો હતો. રાજકોટથી એઈમ્સ સુધીના રસ્તા પર ઠેર ઠેર બેનર્સ લગાવાયા છે. 1 હજાર 195 કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજકોટ એઈમ્સનું કામ જૂન 2022 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે