રાજકોટમાં પ્રોફેસરે બે વિદ્યાર્થી સાથે મળી ઇકોફ્રેન્ડલી પેન બનાવી, જુઓ વીડિયો
રાજકોટમાં એક શિક્ષકે તેમના બે સ્ટુડન્ટ સાથે મળીને પ્લાસ્ટિકની પેનની બદલે કાગળની પેન બનાવી છે એ પણ એક વખત ઉપયોગ થઈ ગયેલા કાગળની આ પેનની અનેક ખાસિયતો છે.જેમ કે આ પેન પર કોરોનાની જાગૃતિ માટેના સૂત્ર લખ્યા છે. બીજી ખાસિયત એ છે કે તે રીસાયકલ્ડ પેપરમાંથી પેન બનાવવા તથા તેના થકી કોરોના અંગે જાગૃતિ ફેલાવવા બદલ તેમને ''વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા'' વતી સન્માન પણ કરાયું છે. ધવલ બારભાયાએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટ અપ ઈન્ડિયા અંતર્ગત તેણે કંપનીની શરૂઆત કરી. જેની અંદર વિવિધ પ્રકારની રી-સાયકલ અને અપ-સાયકલ પધ્ધતિનો ઉપયોગ કરીને બોલપેન બનાવી છે. આ ઈકો ફ્રેન્ડલી પેન પ્રોફેસર દિપક મશરૂ અને તેમના બે વિદ્યાર્થી યસ પુજારા અને ધવલ બારભાયાએ સાથે મળીને પણ બનાવી છે