નાઇટ કર્ફ્યૂના સમયમાં કરાયેલા ફેરફારનો રાજકોટમાં કર્યો વિરોધ, જુઓ વીડિયો
રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં બે કલાકનો વધારો કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. રાજકોટમાં હોટેલના સંચાલકો અને કેટરર્સે વિરોધ નોંધાવ્યો હતો. રેસકોર્સ રિંગ રોડ પર 100 જેટલા હોટેલના સંચાલકો ભેગા થયા. સાથે જ રાજકોટ ફૂડ એસોસિએશન, કલાકાર એસોસિએશન, લાઈટ એસોસિએશન, કેટરર્સ એસોસિએશન, સહિતના એસોસિએશને પણ પત્રકાર પરીષદ કરી હતી. જેમાં રાત્રી કર્ફ્યૂને લઈ રાજકોટ મનપા કમિશનર,કલેકટરને રજૂઆત કરવાની વાત કરી હતી.