રાજકોટમાં બનશે દેશનું સૌપ્રથમ ઈમિટેશન જ્વેલરીનું ટ્રેનિંગ સેન્ટર, જુઓ વીડિયો
Continues below advertisement
ઔધોગિક શહેર રાજકોટનો ઇમિટેશન ઉધોગ ચાઇનાને ટક્કર મારી શકે તેમ છે. આવતા દિવસોમાં કારીગરોને તાલીમ આપવામાં આવશે એટલે ચાઇનાને આ ઉધોગ ટક્કર આપશે. દેશનું સૌ પ્રથમ ઇમિટેશનના કારીગરો માટે આધુનિક ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે તેવી રાજકોટ ઇમિટેશન જવેલરી એસોસિએશનની જાહેરાત કરી છે. મુંબઈના ટ્રેનરો તાલીમ આપવા માટે રાજકોટ આવશે. ગલ્ફ અને આફ્રિકાના દેશોમાંથી ઓર્ડરો મળવાના શરૂ થયા છે. કારીગરો જૂની મશીનરીથી કામ કરે છે. ટ્રેનિંગ આપવામાં આવશે તો અતિ આધુનિક મશીનરીથી કામ કરી શકશે.
Continues below advertisement