Rajkot:વહેલી સવારથી છવાઈ ધુમ્મસની ચાદર, ઠંડીનો ચમકારો | Watch Video
રાજકોટમાં વહેલી સવારથી જ ધુમ્મસ જોવા મળી રહ્યુ છે. ધુમ્મસના લીધે રાજકોટમાં રીતસરના હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા હતા. ગાઢ ધુમ્મસને લઈને હાઈવે પર ચાલતા વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. તેમા પણ ગાઢ ધુમ્મુસના લીધે કશું દેખાતું ન હોવાથી ભારે વાહનોના તો પૈડા જ થંભી ગયા હતા.આના કારણે રાજકોટ શહેરમાં અને જિલ્લામાં વાહનચાલકોએ પણ સવારના પહોરમાં હેડલાઇટ ચાલુ રાખીને વાહનો ચલાવવા પડ્યા હતા. સામાન્ય રીતે તો આ સમયગાળા દરમિયાન રાજકોટમાં વાતાવારણ ચોખ્ખું રહેતું હોય છે અને દિવાળી પછી જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે.Rajkot | વહેલી સવારથી છવાઈ ધુમ્મસની ચાદર, ઠંડીનો ચમકારો | Watch Video