Rajkot: હેડ કોન્સ્ટેબલ રોડ પર પોલીસ વાનમાં જ યુવતી સાથે રંગરેલિયા માણતાં ઝડપાયો, જુઓ વીડિયો
રાજકોટઃ નશામા ધુત જમાદાર સરકારી બોલેરોમાં યુવતી સાથે રંગરેલીયા મનાવતા ઝડપાયો હતો. લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપી દેતા બે ગુના નોંધી ધરપકડ કરવામાં આવી હતી. તેમજ મોડી સાંજે સસ્પેન્ડ કરાયો હતો. રાજકોટ ગ્રામ્યનાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અશ્વિન મકવાણા નશાની હાલતમાં ભાન ભૂલ્યો હતો.