રાજકોટ: વીરપુરમાં રીક્ષા ચાલકે બાળકને લીધો અડફેટે, જુઓ CCTV
રાજકોટ: વીરપુરના જલારામ નગર વિસ્તારમાં રીક્ષા ચાલકે બાળકને અડફેટે લીધો હતો. 7 વર્ષનો બાળક દુકાને દૂધ લેવા માટે જતો હતો. તે દરમિયાન સ્પીડમાં આવતા રીક્ષા ચાલકે બાળક ને અડફેટે લેધો હતો અને બાળક દૂર ફંગોળાઈ ગયો હતો. જો કે બાળકનો આબાદ બચાવ થયો અને સામાન્ય ઈજા પહોંચીહતી. જેના CCTV ફૂટેજ વીડિયો પણ સામે આવ્યા છે. સ્પીડ બ્રેકર ના અભાવે અકસ્માત થતા, સ્પીડ બ્રેકર બનાવવા સ્થાનિકોની માંગ છે.